🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉
અધ્યાય :- 1 અધ્યાય નામ :- અર્જુનવિષાદ યોગ
શ્લોક :- 29
📜 શ્લોક :- 29
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે |
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે || ૨૯ ||
📖 ગુજરાતી અર્થ:
અર્જુને કહ્યું મારા શરીરમાં ધ્રુજારી થઈ રહી છે, મારા રૂંવાડા ઉભા થઈ રહ્યા છે, મારા હાથમાંથી ગાંડીવ ધનુષ સરકી રહ્યું છે અને મારી ત્વચા ચામડી માં બળતરા થઈ રહી છે
🔎 વિસ્તૃત સમજણ :-
અર્જુન હવે ખૂબ જ ગભરાઈ ગયો છે..
તેના શરીરમાં ડર અને ટેન્શનની અસર દેખાઈ રહી છે.
હાથ કાંપવા લાગ્યા છે
ધનુષ્ય પકડી શકતો નથી
અને શરીર બળતું હોય એવું લાગે છે
આ દર્શાવે છે કે
જ્યારે માણસ મનથી નબળો પડે છે
ત્યારે શરીર પણ તેની સાથે નબળું પડી જાય છે.
♥️♥️ આજના સમયમાં સમજવાની વાત ❤️❤️
આજના સમયમાં પણ એવું જ થાય છે.
જ્યારે માણસ વધારે ટેન્શનમાં હોય
અથવા ડરમાં હોય
ત્યારે શરીર પર તેની અસર પડે છે.
હાથ કાંપે છે
ઘબરાટ થાય છે
અને મન શાંત રહેતું નથી
એટલે મનને મજબૂત રાખવું જરૂરી છે.
✨ જીવન સંદેશ :- એક નાની જીવન વાર્તા
એક યુવાનને પહેલીવાર સ્ટેજ પર ભાષણ આપવાનું હતું.
તે ખૂબ ગભરાઈ ગયો.
હાથ કાંપવા લાગ્યા, અવાજ પણ કંપતો હતો.
પણ તેણે હિંમત કરીને શરૂ કર્યું.
થોડીવારમાં તે શાંત થઈ ગયો
અને આત્મવિશ્વાસથી ભાષણ પૂરું કર્યું.
બાદમાં લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા.
આ વાર્તા શું શીખવે છે
♥️ ડર સ્વાભાવિક છે
♥️♥️. હિંમતથી આગળ વધવું જોઈએ
♥️♥️♥️ આત્મવિશ્વાસથી ડર ઓછો થાય છે
❤️❤️❤️❤️ શરૂઆત મુશ્કેલ હોય છે, પછી સરળ બને છે
