પરિણામો મળ્યાં નથી

    Dk

    VFD Pro Guide - Digital Thakor

    ⚡ VFD ઇન્સ્ટોલેશન અને પ્રોગ્રામિંગ માસ્ટર ક્લાસ ⚡

    વાયરમેન માટે સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ પ્રેક્ટિકલ માહિતી

    ૧. ઇન્સ્ટોલેશન પહેલા વોલ્ટેજ ચેક (Input Voltage)

    VFD લગાવતા પહેલા ઇનપુટ પાવર ચેક કરવો સૌથી જરૂરી છે:

    ⚠️ ચેકલિસ્ટ:
    Single Phase VFD: L અને N વચ્ચે 220V - 240V હોવા જોઈએ.
    Three Phase VFD: R-Y, Y-B, R-B વચ્ચે 380V - 440V હોવા જોઈએ.
    Earthing: ન્યુટ્રલ અને અર્થ વચ્ચે વોલ્ટેજ 2V કરતા ઓછા હોવા જોઈએ. જો અર્થિંગ નબળું હશે તો VFD વારંવાર ટ્રિપ થશે.
    ૨. વાયરિંગ કનેક્શન (Wiring)
    ટર્મિનલકનેક્શન પ્રકાર
    R, S, T / L1, L2, L3મેઈન ઇનપુટ પાવર સપ્લાય
    U, V, Wમોટરના છેડા (Output)
    P+, BRબ્રેકિંગ રેઝિસ્ટર (જો જરૂર હોય તો)
    COM, DI1, DI2સ્ટાર્ટ/સ્ટોપ સ્વીચ કંટ્રોલ
    ૩. પ્રોગ્રામિંગ સેટિંગ (Master Parameters)

    કોઈપણ કંપનીની VFD હોય, આ ૪ સેટિંગ ખાસ ચેક કરવા:

    1. Motor Data (મોટરની નેમપ્લેટ મુજબ): Kw, HP, અને Amps સેટ કરો.
    2. Command Source: મોટર ક્યાંથી ચલાવવી છે? (Keypad થી કે બહારની સ્વીચથી).
    3. Speed Reference: સ્પીડ ક્યાંથી વધારવી છે? (Display ના બટનથી કે પોટેન્શિયોમીટરથી).
    4. Ramp Time: ACC (કેટલી સેકન્ડમાં સ્પીડ પકડશે) અને DEC (કેટલી સેકન્ડમાં ઉભી રહેશે).
    ૪. VFD કયા કયા કામ કરી શકે છે?
    • સોફ્ટ સ્ટાર્ટ: મોટરને ઝટકા વગર ધીમેથી ચાલુ કરે છે.
    • સ્પીડ કંટ્રોલ: મશીનની જરૂરિયાત મુજબ સ્પીડ ઓછી-વધારે કરી શકાય.
    • રિવર્સ-ફોરવર્ડ: વાયર બદલ્યા વગર પ્રોગ્રામથી મોટરની દિશા બદલી શકાય.
    • પ્રોટેક્શન: સિંગલ ફેઝિંગ, ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી મોટરને બચાવે છે.

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال