પરિણામો મળ્યાં નથી

    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ શ્લોક ૨૨ ગુજરાતી અર્થ | અર્જુન યુદ્ધમાં કોના સાથે લડવું છે તે જોવા માંગે છે | Digital Thakor

     

    DIGITAL KAY DIGITAL THAKOR

    🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉

    અધ્યાય :- 1   અધ્યાય નામ :- અર્જુનવિષાદ યોગ

    શ્લોક :-22

    અધ્યાય ૧ – શ્લોક ૨૨
    અર્જુન યુદ્ધ માટે ઉભેલા લોકોને જોવા માંગે છે


    📜 શ્લોક :-22

    યાવદેતાન્નિરીક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ |

     કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ૨૨ ||


    📖 ગુજરાતી અર્થ:

    અર્જુને કહ્યું જ્યાં સુધી હું યુદ્ધની ઈચ્છાથી અહીં ઉભેલા આ યોદ્ધાઓને બરાબર જોઈ ન લઉં, અને આ યુદ્ધના ઉદ્યમમાં મારે કોની કોની સાથે લડવાનું છે તે જાણી ન લઉં, ત્યાં સુધી રથને ઉભો રાખો


    🔎 વિસ્તૃત સમજણ:

    અર્જુન યુદ્ધ શરૂ થાય તે પહેલાં સામે ઉભેલા લોકોને જોવા માંગે છે.

    તે જાણવા માંગે છે કે

    આ યુદ્ધમાં તેને કોના સામે લડવું પડશે.

    આ ક્ષણ ખૂબ મહત્વપૂર્ણ છે.

    કારણ કે થોડા સમય પછી અર્જુનને ખબર પડશે કે સામે તેના પોતાના સગા, મિત્રો અને ગુરુઓ ઉભા છે.

    અહીંથી અર્જુનના મનમાં સંશય અને દયા જન્મે છે.

    ♥️ આજના સમયમાં સમજવાની વાત♥️

    જીવનમાં ઘણીવાર એવું બને છે કે

    અપણે કોઈ નિર્ણય લેતા પહેલા પૂરી હકીકત જાણતા નથી.

    પણ જો માણસ શાંત રહીને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરે

    તો ઘણા મોટા ઝઘડા અને મુશ્કેલીઓ ટાળી શકાય.

    સમજદાર માણસ પહેલા પરિસ્થિતિને જુએ છે

    પછી નિર્ણય લે છે.


    ✨ જીવન સંદેશ:- એક નાની જીવન વાર્તા

    એક વેપારીને ખબર પડી કે તેના ભાગીદારએ પૈસા ઓછા બતાવ્યા છે.

    તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તરત જ ભાગીદારી તોડી નાખવાનો વિચાર કર્યો.

    પણ તેના મિત્રએ કહ્યું:

    “પહેલા પૂરી વાત સમજ.”

    જ્યારે વેપારીએ તપાસ કરી

    ત્યારે ખબર પડી કે હિસાબમાં ભૂલ હતી, છેતરપિંડી નહોતી.

    જો તે ઉતાવળમાં નિર્ણય લઈ લેતો

    તો વર્ષોનો સંબંધ તૂટી જાય.

    આ વાર્તા શું શીખવે છે

    🙏. ઉતાવળમાં નિર્ણય ન લેવો

    🙏🙏. પહેલા સાચી સ્થિતિ સમજવી

    🙏🙏🙏. શાંત મનથી વિચારવું

    🙏🙏🙏🙏. સમજદારી માણસને મોટી ભૂલથી બચાવે છે


    🎥 વિડિયો સમજણ:

    જીવનમાં સમજદારીથી નિર્ણય લેવું શીખો.
    ગુસ્સા કરતાં વિચાર વધુ મહત્વનો છે.
    ઉતાવળ કરતાં સમજ વધુ મહત્વની છે.
                                         સમજદાર માણસ પહેલા પરિસ્થિતિને જુએ છે, પછી નિર્ણય લે છે

    « અગાઉનો શ્લોક | આગળનો શ્લોક »

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال