🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉
અધ્યાય -1 અધ્યાય નામ - અર્જુનવિષાદ યોગ
શ્લોક - 21
📜 શ્લોક - 21
અર્જુન ઉવાચ |
સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ૨૧ ||
📖 ગુજરાતી અર્થ:
🙏અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું 🙏
હે અચ્યૂત કૃષ્ણ મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઉભો રાખો.
અર્જુન યુદ્ધ શરૂ થાય તે પહેલાં જોવા માંગે છે કે સામે કોણ કોણ યુદ્ધ માટે ઉભા છે
🔎 વિસ્તૃત સમજણ:
આ શ્લોકમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને 🙏અચ્યૂત🙏 કહે છે.
🙏અચ્યૂત🙏 એટલે જે ક્યારેય પોતાના ધર્મ અને સત્યમાંથી પડતા નથી.
અર્જુન યુદ્ધ શરૂ થાય તે પહેલાં એક મહત્વનો નિર્ણય લે છે.
તે પહેલા પરિસ્થિતિને સમજવા માંગે છે.
આ દર્શાવે છે કે સમજદાર માણસ કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિને સારી રીતે જોવાનું અને વિચારવાનું પસંદ કરે છે.
♥️ આજના સમયમાં સમજવાની વાત ♥️
આજના સમયમાં પણ આપણે ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લઈ લઈએ છીએ.
ક્યારેક ગુસ્સામાં,
ક્યારેક ડરમાં,
ક્યારેક ઉતાવળમાં.
પરંતુ અર્જુનનો આ શ્લોક શીખવે છે:
મોટો નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિને સમજો.
વિચાર કર્યા વગર લીધેલો નિર્ણય ઘણી વખત મુશ્કેલી ઊભી કરે છે.
✨ જીવન સંદેશ :- એક નાની 👇
એક યુવાન છોકરો શહેરમાં નવી નોકરી કરવા ગયો.
એક દિવસ ઓફિસમાં કોઈએ તેના વિશે ખોટી વાત ફેલાવી.
છોકરો ખૂબ ગુસ્સે થઈ ગયો.
તે તરત જ પોતાના મેનેજર પાસે જઈને ઝઘડો કરવા તૈયાર થઈ ગયો.
પણ ત્યાં કામ કરતા એક મોટા ઉંમરના માણસે તેને રોક્યો અને કહ્યું:
🙏“પહેલા પૂરી વાત સમજી લે, પછી નિર્ણય કર.”🙏
છોકરાએ થોડું શાંત થઈને તપાસ કરી.
પછી ખબર પડી કે ગેરસમજ થઈ હતી.
કોઈએ ખોટી રીતે વાત પહોંચાડી હતી.
જો તે ગુસ્સામાં તરત નિર્ણય લઈ લેતો,
તો નોકરી પણ જતી અને સંબંધ પણ બગડતા.
આ વાર્તા આપણને શું શીખવે છે?
♥️. ઉતાવળમાં નિર્ણય ન લેવો
♥️♥️. પહેલા પરિસ્થિતિને સમજવી
♥️♥️♥️. શાંત મનથી વિચારવું
♥️♥️♥️♥️. સમજદાર માણસ પહેલા જોઈ-સમજીને પગલું લે છે
