પરિણામો મળ્યાં નથી

    શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧ શ્લોક ૧૯ ગુજરાતી અર્થ | શંખનાદથી ધ્રૂજી ઉઠ્યું કૌરવ સેનાનું મન | Digital Thakor

     

    DIGITAL KAY DIGITAL THAKOR

    🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉

       અધ્યાય _1   અધ્યાય નામ - અર્જુનવિષાદ યોગ

    શ્લોક _19

    અધ્યાય ૧ – શ્લોક ૧૯
    શંખનાદથી ધ્રૂજી ઉઠ્યું કૌરવોનું હૃદય


    📜 શ્લોક   :  19

    સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાણિ વ્યુદારયત્ |

    નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલોઽભ્યનુનાદયન્ || ૧૯ ||


    📖 ગુજરાતી અર્થ:

    સંજય કહે છે તે ભયાનક શબ્દ શંખનાદ આકાશ અને પૃથ્વીને ગુંજાવી મૂકતો છતો ધૃતરાષ્ટ્રના પુત્રોના  કૌરવોના  હૃદય ચીરી નાખ્યા અર્થાત્ તેમને અત્યંત ભયભીત કરી દીધા


    🔎 વિસ્તૃત સમજણ:

    આ શ્લોક બતાવે છે કે પાંડવોનો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત હતો.

    જ્યારે તેમણે શંખ વગાડ્યો

    ત્યારે તે માત્ર અવાજ નહોતો

    તે એક સંદેશ હતો 

    “અમે સત્ય માટે ઉભા છીએ અને ડરતા નથી

    આ અવાજ એટલો શક્તિશાળી હતો કે

    કૌરવ સેનાના મનમાં ભય ઉભો થયો.

    કારણ કે જ્યારે માણસ સત્ય પર હોય છે,

    ત્યારે તેની અંદર એક અલગ જ શક્તિ હોય છે.

    🙏❤️આજના સમયમાં સમજવાની વાત ❤️🙏

    આજના સમયમાં પણ એવું જ થાય છે.

    જો માણસ ખોટું કામ કરે છે

    તો અંદરથી તે હંમેશા ડરતો રહે છે.     

    પણ જે માણસ સાચું કામ કરે છે

    અને ઈમાનદારીથી જીવતો હોય છે

    તેને કોઈનો ડર નથી.    

    આ કારણે સત્ય માણસને હિંમત આપે છે

    અને ખોટું માણસને ડર આપે છે.


    ✨ જીવન સંદેશ:

    💡. આત્મવિશ્વાસ રાખો

    જો તમે સાચું કામ કરો છો તો ડરવાની જરૂર નથી.

    💡. સત્ય સૌથી મોટી શક્તિ છે

    સાચું માણસ અંદરથી મજબૂત હોય છે.

    💡 હિંમતથી જીવન જીવો

    મુશ્કેલી આવે ત્યારે ભાગશો નહીં, સામનો કરો.

    💡  મન શુદ્ધ રાખો

    ખોટા કામથી મળેલી સફળતા લાંબી ટકતી નથી.

    ❤️ જીવનનો ઉદ્દેશ્ય ❤️

    જીવનમાં એવું કામ કરો કે

    તમારા શબ્દો અને તમારા કર્મ બંને મજબૂત હોય.

    સાચું બોલો

    સાચું કરો

    અને હિંમતથી આગળ વધો

    એ જ સાચો જીવનમાર્ગ છે.


    🎥 વિડિયો સમજણ:

    સત્યનો અવાજ ધીમો હોય શકે
    પણ તેની અસર ખૂબ શક્તિશાળી હોય છે

    “આત્મવિશ્વાસ માણસની સૌથી મોટી શક્તિ છે; તેનો અવાજ શબ્દોથી નહીં, પરંતુ કામોથી દૂર સુધી સંભળાય છે.” 📖

    « અગાઉનો શ્લોક | આગળનો શ્લોક »

    ટિપ્પણી પોસ્ટ કરો

    વધુ નવું વધુ જૂનું

    نموذج الاتصال