🕉 શ્રીમદ્ ભગવદ્ ગીતા 🕉
અધ્યાય _1 અધ્યાય નામ __અર્જુનવિષાદ યોગ
શ્લોક __14
📜 શ્લોક 14
ત: શ્વેતૈર્યયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |
માધવ: પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુ: || ૧૪ ||
📖 ગુજરાતી અર્થ:
કૌરવોની ભીષણ ગર્જનાઓ અને શંખનાદ પછી, સફેદ ઘોડાઓ જોડેલા એક વિશાળ અને દિવ્ય રથમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ (માધવ) અને અર્જુને (પાંડવ) પણ પોતપોતાના દિવ્ય શંખ વગાડ્યા. આ એલાન હતું કે હવે સત્ય અને ન્યાયનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.
🔎 વિસ્તૃત સમજણ :
૧. તૈયારી એ જ અડધી જીત :
નોકરીમાં જ્યારે કોઈ મોટું ટેકનિકલ ફોલ્ટ આવે કે અઘરું કામ સોંપાય, ત્યારે ગભરાવાને બદલે તમારા ઓજારો (Tool Kit) અને સુરક્ષાના સાધનો સાથે મેદાનમાં ઉતરવું એ જ તમારો 'શંખનાદ' છે. તમારી મક્કમતા જોઈને અડધી મુશ્કેલી ત્યાં જ પૂરી થઈ જાય છે.
૨. ગામડાનો વ્યવહાર અને મક્કમતા :
ગામમાં જ્યારે કોઈ નવું કે સારું કામ શરૂ કરો ત્યારે વિરોધ કરનારા ઘણા હોય છે. પણ જો તમારો ઈરાદો પવિત્ર (સફેદ ઘોડા જેવો) હોય અને તમે કામ શરૂ કરી દો, તો તમારો આત્મવિશ્વાસ જ ટીકા કરનારાઓના મોઢા બંધ કરી દે છે.
✨ જીવન સંદેશ:
૨. નોકરી-ધંધામાંLinસ :
ધારો કે લાઈનમાં મોટું ફોલ્ટ આવ્યું છે અને આખું ગામ અંધારામાં છે. લોકોનો ફાળકો અને સાહેબોનું દબાણ હોય, એવા સમયે ગભરાવાને બદલે જ્યારે તમે તમારા સાધનો (ટેસ્ટર, પ્લાયર) લઈને આત્મવિશ્વાસથી થાંભલે ચઢો છો, ત્યારે એ તમારી 'તૈયારી' જ તમારો શંખનાદ છે. જે માણસ ડર્યા વગર પોતાનું કામ શરૂ કરે છે, ભગવાન માધવ એની સાથે જ હોય છે.
૩. સાચા માર્ગદર્શકની જરૂરત:
અર્જુન પાસે દુનિયાનો સૌથી મોટો યોદ્ધા બનવાની તાકાત હતી, પણ એની સાથે રથમાં ભગવાન કૃષ્ણ બેઠા હતા એટલે એનો વિજય પાકો હતો. આપણે પણ જીવનમાં ગમે તેટલા હોશિયાર હોઈએ, પણ જો સાચા મિત્ર કે અનુભવી વડીલની સલાહ સાથે રાખીશું, તો ગમે તેવા અઘરા રસ્તે પણ આપણો રથ ક્યાંય અટકશે નહીં.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો